સામાન્ય રીતે સૌંદર્ય દૃશ્ય સાથે સંકળાયેલ હોય છે. જે દૃશ્ય આંખને ગમી જાય તે દૃશ્યને જોનાર સુંદર કહે છે. એકનું એક દૃશ્ય દરેક જોનારની દૃષ્ટીએ અલગ અલગ હોય છે. દૃશ્ય જડ હોય છે. તેથી દૃશ્યને કશી ખબર નથી હોતી કે તે સુંદર છે કે અસુંદર વળી દૃશ્યને તેવી પણ ખબર નથી હોતી કે તેની કોઈ પુજા કરે છે કે તેને કોઈ ધીક્કારે છે. આમ દૃશ્ય તટસ્થ હોય છે.
જ્યાં સુધી વાક્યો પર પુરતો વિચાર ન થાય ત્યાં સુધી તેમાંથી સુંદર તથ્યો ન મળે તેથી તેને બ્લોગલ કહ્યાં. બ્લોગલ એટલે બ્લોગ પર મુકવામાં ચાલે તેવા વાક્યો. જ્યારે કોઈ વાત કે વાક્ય વિચાર વિમર્શ માંથી પસાર થાય તેની ઉપર પુરતો બુદ્ધિનો ચિંતનાત્મક પ્રકાશ પડ્યો હોય ત્યારે તે વાક્યો ગ્લોબલ એટલે કે સર્વમાન્ય બની જાય.
આપે કહ્યું કે સુંદરતાના પ્રેમી ઘણાં હોય છે તે વાત સર્વને અનુભવ સિદ્ધ છે. પણ બીજા ભાગમાં કહ્યું કે સુંદરતાને સુંદરતાના પુજારી પ્રત્યે પ્રેમ હોય છે તે વાત સમજાય તેવી નથી. સુંદરતામાં કર્તુત્વ હોતું નથી. સુંદરતાને પુજારી શું તેવી જ ખબર હોતી નથી તો પછી તેના પ્રત્યે પ્રેમ હોવાની વાત કેવી રીતે સંભવે?
આપ જો કોઈ વ્યક્તિ કે જે સુંદરતાનુ અભીમાન ધરાવતી હોય તેના વિશે વાત કરતા હો તો તેમ કહેવું જોઈએ કે સુંદરતાના અભીમાનીઓને સુંદરતાના પુજારીઓ પ્રત્યે જ પ્રેમ હોય છે.
આપે બ્લોગ પર ટુંકા વાક્યો દ્વારા પદાર્પણ કર્યું છે તે આનંદની વાત છે. જો કે વાક્યો જેટલા ટુંકા હોય તેટલા તેને સંપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વ્યાકરણમાં આ વિશે ઘણો અભ્યાસ આવે છે.
ધારોકે એક પશુનું ધણ ઉભું હોય તેમાં જુદા જુદા પશુઓ હોય. તેમાં માત્ર એક ગાળી ગાય હોય બાકી બળદ, ધોળી અને કાબર ચીતરી ગાય અને ઘેંટા, બકરા હોય. તેમાંથી માત્ર કાળી ગાયને સંબોધીને કહેવું હોય કે “કાળી ગાયને ઘાસ આપો”. તો તે સંપૂર્ણ વાક્ય થયું કહેવાય.
હવે જો એમ કહેવાય કે ગાયને ઘાસ આપો તો તેમાં બીજી ગાય પણ આવી જાય તેથી તેમાં ધોળી અને કાબર ચીતરી ગાયની અતિવ્યાપ્તિ થઈ કહેવાય. તેવી રીતે તેમ કહેવાય કે પશુને ઘાસ આપો તો તેમાં ઘેંટા, બકરા અને બળદની યે અતિવ્યાપ્તિ થઈ કહેવાય. હવે જો તેમ કહેવાય કે પક્ષીને ઘાસ આપો તો ત્યાં પક્ષી ન હોવાથી તેમાં અવ્યાપ્તિ દોષ આવે.
જ્યારે ટુંકા વાક્યો લખીએ ત્યારે તેમાં અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ દોષ ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.
અહીં પણ જો તેમ કહેવામાં આવે કે સુંદરતાના અભીમાનીઓને સુંદરતાના પુજારીઓ પ્રત્યે જ પ્રેમ હોય છે તો તેમાં જેઓ સુંદર હોય છતાં આવા પુજારીઓને પ્રેમ ન કરતાં હોય તેમની અતિવ્યાપ્તિ થાય. તેથી તેમ કહેવું જોઈએ કે :
કેટલાક સુંદરતાના અભીમાનીઓને સુંદરતાના પુજારીઓ પ્રત્યે જ પ્રેમ હોય છે.
સરસ
આભાર વિકાસ !
સુંદર કહેતા સુંદરતા નહી મળે, સુંદર કહેતા પહેંલા હૃદયને સુંદર બનાવવું પડે!
એકદમ સાચી વાત વિપુલ ભાઈ ,
તમારા પ્રતીભાવ બદલ ખુબ ખૂબ આભાર !!
આપનો આ વિચાર ગ્લોબલ નહીં પણ બ્લોગલ છે.
અતુલ જાની જી હું સમજી નહીં !!
સુંદરતા એટલે શું?
સામાન્ય રીતે સૌંદર્ય દૃશ્ય સાથે સંકળાયેલ હોય છે. જે દૃશ્ય આંખને ગમી જાય તે દૃશ્યને જોનાર સુંદર કહે છે. એકનું એક દૃશ્ય દરેક જોનારની દૃષ્ટીએ અલગ અલગ હોય છે. દૃશ્ય જડ હોય છે. તેથી દૃશ્યને કશી ખબર નથી હોતી કે તે સુંદર છે કે અસુંદર વળી દૃશ્યને તેવી પણ ખબર નથી હોતી કે તેની કોઈ પુજા કરે છે કે તેને કોઈ ધીક્કારે છે. આમ દૃશ્ય તટસ્થ હોય છે.
જ્યાં સુધી વાક્યો પર પુરતો વિચાર ન થાય ત્યાં સુધી તેમાંથી સુંદર તથ્યો ન મળે તેથી તેને બ્લોગલ કહ્યાં. બ્લોગલ એટલે બ્લોગ પર મુકવામાં ચાલે તેવા વાક્યો. જ્યારે કોઈ વાત કે વાક્ય વિચાર વિમર્શ માંથી પસાર થાય તેની ઉપર પુરતો બુદ્ધિનો ચિંતનાત્મક પ્રકાશ પડ્યો હોય ત્યારે તે વાક્યો ગ્લોબલ એટલે કે સર્વમાન્ય બની જાય.
આપે કહ્યું કે સુંદરતાના પ્રેમી ઘણાં હોય છે તે વાત સર્વને અનુભવ સિદ્ધ છે. પણ બીજા ભાગમાં કહ્યું કે સુંદરતાને સુંદરતાના પુજારી પ્રત્યે પ્રેમ હોય છે તે વાત સમજાય તેવી નથી. સુંદરતામાં કર્તુત્વ હોતું નથી. સુંદરતાને પુજારી શું તેવી જ ખબર હોતી નથી તો પછી તેના પ્રત્યે પ્રેમ હોવાની વાત કેવી રીતે સંભવે?
આપ જો કોઈ વ્યક્તિ કે જે સુંદરતાનુ અભીમાન ધરાવતી હોય તેના વિશે વાત કરતા હો તો તેમ કહેવું જોઈએ કે સુંદરતાના અભીમાનીઓને સુંદરતાના પુજારીઓ પ્રત્યે જ પ્રેમ હોય છે.
આપના તરફથી વિશેષ ચર્ચા આવકાર્ય છે.
અતુલ જી હું તમારી વાત સાથે સહેમત છું અને આ વાંકયા મે સુંદરતા ના અભિમાન ના સંદર્ભ માં જ લખ્યું છે પણ ટુકાણ માં લખ્યું એટ્લે બની શકે કે સમજ ફેર થાય.
આપે બ્લોગ પર ટુંકા વાક્યો દ્વારા પદાર્પણ કર્યું છે તે આનંદની વાત છે. જો કે વાક્યો જેટલા ટુંકા હોય તેટલા તેને સંપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વ્યાકરણમાં આ વિશે ઘણો અભ્યાસ આવે છે.
ધારોકે એક પશુનું ધણ ઉભું હોય તેમાં જુદા જુદા પશુઓ હોય. તેમાં માત્ર એક ગાળી ગાય હોય બાકી બળદ, ધોળી અને કાબર ચીતરી ગાય અને ઘેંટા, બકરા હોય. તેમાંથી માત્ર કાળી ગાયને સંબોધીને કહેવું હોય કે “કાળી ગાયને ઘાસ આપો”. તો તે સંપૂર્ણ વાક્ય થયું કહેવાય.
હવે જો એમ કહેવાય કે ગાયને ઘાસ આપો તો તેમાં બીજી ગાય પણ આવી જાય તેથી તેમાં ધોળી અને કાબર ચીતરી ગાયની અતિવ્યાપ્તિ થઈ કહેવાય. તેવી રીતે તેમ કહેવાય કે પશુને ઘાસ આપો તો તેમાં ઘેંટા, બકરા અને બળદની યે અતિવ્યાપ્તિ થઈ કહેવાય. હવે જો તેમ કહેવાય કે પક્ષીને ઘાસ આપો તો ત્યાં પક્ષી ન હોવાથી તેમાં અવ્યાપ્તિ દોષ આવે.
જ્યારે ટુંકા વાક્યો લખીએ ત્યારે તેમાં અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ દોષ ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.
અહીં પણ જો તેમ કહેવામાં આવે કે સુંદરતાના અભીમાનીઓને સુંદરતાના પુજારીઓ પ્રત્યે જ પ્રેમ હોય છે તો તેમાં જેઓ સુંદર હોય છતાં આવા પુજારીઓને પ્રેમ ન કરતાં હોય તેમની અતિવ્યાપ્તિ થાય. તેથી તેમ કહેવું જોઈએ કે :
કેટલાક સુંદરતાના અભીમાનીઓને સુંદરતાના પુજારીઓ પ્રત્યે જ પ્રેમ હોય છે.
અતુલ ભાઈ વાહ ખૂબ જ સરસ ઉદાહરણ આપ્યું તમે એના માટે ખૂબ જ આભાર . હવે થી જરૂર ધ્યાન રાખીશ.