Advertisements

Worlds Daughters Day*


naresh.k.dodia

 

દીકરી – માનવ ઇતિહાસનો આજ સુધીનો સૌથી સર્વોતમ શબ્દ.

દીકરી – માનવ ઇતિહાસનો આજ સુધીનો સૌથી સર્વોતમ શબ્દ.લાગણી અને મમતાના પરીઘોની વિસ્તરીને બહાર નીકળી ગયેલી એક મમતાની સાશ્વત મુર્તિ એટલે દીકરી.ગમે તેવા કઠણ કાળજાને બાપને રડાવી શકનાર,સાહિત્યની ભાષામાં અમુલ્ય શબ્દ એટલે દીકરી.

આજ સુધી સાહિત્યમાં મોટા ભાગના લેખકો લખતા આવ્યા છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં મહાન છે.આ વાકયની પાછળનું મર્મસ્થાન સ્ત્રી નથી,પણ દીકરી છે.

એક ધનવાન પિતા પાસે તેના યુવાન પુત્ર,તેની સંપતિની માંગણી કરજો ! શું જવાબ મળે છે..?!?..સાહિત્યના ઇતિહાસના ગાળશાસ્ત્રના શ્રેષ્ઠતમ શબ્દો તમને સાંભળવા મળશે.

હવે આ જ પિતા પાસે તમે હસતા મુખે તેની પુત્રીની માંગણી મુકી શકશો,અને તે પણ દીકરી માંગનારની શરતે.છતાં પણ એ પિતા ગાળૉ દેવાને બદલે હસતાં મુખે તમારું સ્વાગત કરશે.તમારા માટે મીઠાઇ અને પકવાન ધરસે.શોરૂમમાં જે રીતે નૂમાઇશ થાય તે રીતે દીકરીને તૈયાર કરીને આગતાસ્વાગતા કરવા મોકલશે.

મારી જિંદગીમાં મને અકળાવનારા દસ પ્રશ્નોમાનો એક પ્રશ્ર્ન એ છે કે- દીકરીને પરણીને સાસરે શા માટે જવું પડે છે..એક દીકરીના પિતા તરીકે આ પ્રશ્ર્નની અસર કેટલી ધારદાર હોય છે એ હું સમજી શકું છું.દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે તેને શું શું છોડવું પડે છે..?

મનને ગમતાં બધા કાર્યો,પિતાનો અને માતાનો પ્રેમ,ભાઇઓ અને બહેનો તથા અન્ય કુંટુંબીજનોનો પ્રેમ,પિતાની સંપતિ,પોતાનું ગમતું શહેર,મોહલ્લો,વગેરે વગેરે,પોતાના મિત્રો,પોતાની મનગમતી જગ્યાઓ જ્યાં તેની યાદો જોડાયેલી હોય છે…ટુંકમાં દીકરીને ગમતી તમામ ચીજ છોડીને પારકે ઘરે સીધાવું પડે છે.આ બધું બાદ કરતાં પોતાને ગમતી બધી વ્યકિતઓને છોડીને જવું પડે છે.

જીવનની કઠોરમાં કઠોર પરિસ્થિતિનો સામનો દીકરીઓને કરવો પડે છે.પરણ્યા પછી જીવનમાં આવતી કઠોર પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખવી પડે છે.લગ્ન પહેલા દીકરી હોય છે અને લગ્ન પછી એ સ્ત્રી બને છે.દીકરીમાંથી સ્ત્રી  નવું.પિતાની અટક છૉડીને પતિની અટક અપનાવવી પડે છે.

ઘણા લેખકો પત્ની વિશે અનેક લેખો લખ્યા છે.જેમાં પત્ની કજીયાળી,ઝઘડાળુ.શંકાશીલ.માથા ભારે,કપટી અને લંપટ જેવા વિશેષણૉથી નવાજી છે.હવે વિચાર કરો કે આ સ્ત્રી જ્યારે દીકરી હતી ત્યારે સામાન્યતઃ આવા વિશેષણૉ લાગું નહોતા પડતા ! શા માટૅ !?

દીકરી થઇને પેદા થવું એ જ મર્દાનગી છે.નહીં કે અણિયાણી મુછો રાખવાથી કે બાવડા બનાવવાથી કે બળપ્રદર્શન કરવાંથી..

છે કોઇ એવો પુરુષ જે પિતા,માતા,બહેન-ભાઇ,સંપતિ આ બધું છોડીને ચાલ્યો જાય ? હા ! છે,પણ તેવા પુરુષોની ટકાવારી એકથી ત્રણ ટકાની અંદર હોઇ શકે છે.!..જેમાં ઘરજમાઇઓ,સંસાર ત્યાગીઓ,બાવાઓ,ધાર્મિક ઓથારતળે જીવતા પુરુષો,નપાવટ પુરુષો વગેરે આવા ભાઇડાઓની શ્રેણીમાં આવે છે.

દીકરી થઇને જન્મવુ એટલે ‘સુખ આપી દુઃખ લેવુ’એ જન્મસિધ્ધ અધિકાર આપોઆપ લાગું પડી જાય છે અને એ પણ બાલ્યાવસ્થા લાગું પડી જાય છે.

દીકરીને તેનો ભાઇ એનાથી બે પાંચ વર્ષ નાનો છે અથવા મોટૉ હોય.ભાઇઓ બહેન ઉપર દાદાગીરી હમેશા કરતા આવે છે.જોકે ઘણી જગ્યાએ ભાઇબહેનના પ્રેમમાં આવા પ્રશ્રન ગૌણ બની જાય છે.ભાઇ નાનો હોય એટલે બહેનને નાનપણથી માતા બનવાની તાલિમ મળવા લાગે છે.કારણકે એક બહેન હમેશા નાના ભાઇ માટે સવાઇ માતા પુરવાર થાય છે.

મોટાભાગની માતાઓ દીકરીને કહે છે કે,’તું તો મોટી છે,તારે નાના ભાઇનું ધ્યાન રાખવું જોઇએ..તું તો સમજદાર છે,ભાઇ તો નાનો છે..!!’

દીકરિ થઇને જન્મવું એટલે નાનપણથી સ્ત્રી ઉપર દાદાગીરી કરવાનો જ્ન્મસિધ્ધ અધિકાર મળે છે.પુરુષની જિંદગીમાં દાદાગીરી કરવાં માટે સ્ત્રીપાત્રો બદલતા રહે છે.માતા,બહેન,દાદી.સહઅધ્યાયી છોકરીઓ…અને યુવાન બનતા છોકરીઓની પાછળ પડવું..પરણ્યાપછી પત્ની ઉપર દાદાગીરી શરૂમ થાય છે.

એક પુરુષને કારણે દીકરીને કેટલુ સહન કરવું પડે છે..?..પુરુષો કોલેજોમાં કે જાહેર સ્થળ પર છોકરીઓની છેડતી કરી શકે છે..ચાર પાંચના સમુહમાં ઉભેલા પુરુષોની સામેથી દેહલાલિત્ય ધરાવતી કોઇ છોકરી પસાર થાય ત્યારે આ સમુહમાંથી ચોક્કસપણે એક કે બે વ્યકિત તેનાં અંગઉપાંગો ઉપર કોમેન્ટ કરશે જ..આજ સુધી એવું બન્યુ છે કે છોકરીઓએ કોલેજોમાં કે જાહેર સ્થળોએ છોકરાની છેડતી કરી હોય !? આ બાબતે આધુનિક યુરોપ અને અમેરિકાના દેશો પણ આપણા જેટલા જ પછાત છે !

ચાર પુરુષો સાથે મળીને એક છોકરી ઉપર બળાત્કાર કરી શકે છે પણ આજ સુધી એવું બન્યુ છે કે ચારપાંચ છોકરીઓએ સાથે મળીને એક પુરુષ ઉપર જબરદસ્તી કરી હોય!

પુરુષો જાહેરમાં બિન્દાસ્ત ગાળો બોલી શકે છે.આજ સુધી કદી કોઇ છોકરીને જાહેરમા બિન્દાસ્ત ગાળૉ બોલતા જોઇ છે ખરી….!

દીકરી દેખાવમાં સામાન્ય હોય કે દેખાવડી હોય તેને ચેહરા અને શરીર માટે ખાસ પોષાકનો આગ્રહ રાખવો પડે છે..છોકરીઓ માટે અમુક આવરણો ખાસ સમાજ જોવા મળે છે.જ્યારે પુરુષ ગમેતેવો કદરૂપો,ગોબરો,ગંધારો હોય તો પણ પોતાનો ચહેરો ખુલ્લ્લો રાખી શકે છે.મોટે ભાગે સમાજના વિચિત્ર નિયમો છોકરીઓ માટે જ બન્યા છે.

પુરુષ પોતાનું બોડી પ્રદર્શન કરી શકે છે.જ્યારે છોકરીઓ રેમ્પ પર ચાલે છે.અમુક શહેરોમાં ફેશન શો થાય છે ત્યારે સમાજના બની બેઠેલા રક્ષકો કોઇકની દીકરીને જાહેરમાં ફટકારે છે.ડાન્સબારમાં નોકરી કરી કુટુંબની ભરણપોષણ કરતી દીકરીઓને જાહેરમાં ફટકારવામાં આવે છે.હિંદુસ્તાનમાં હિંદુ પુરુષોની એક નમાલી,કાયર,નીર્વિય અને નપાવટ પ્રકારની શ્રેણી જન્મી છે.આ પ્રકારની માનસિકતા મર્દાનગી નથી.એક પ્રકારનું ધાર્મિક ઝનૂન છે.જે મધ્યયુગીન સંસ્કૃતિમાં અરબસ્તાની ધર્માંધ ખલિફાઓ,બાદશાઓ અને આજના તાલીબાની સમાજમાં ભરેલુ છે.

જે સમાજમાં કે સંસ્કૃતિમાં  દીકરીઓનું સ્થાન સામાજિક પ્રાણીથી વિશેષ નથી,એવાં સમાજમાં છાશવારે નાબાલિગ છોકરીઓ ઉપર બળાત્કાર,નાબાલિગ છોકરીઓના વેચાણ,દીકરીઓ ઉપર પિતાઓ દ્વારા બળાત્કાર જેવા જઘન્ય અપરાધો બનતા રહે છે.આની પાછળની એક જ વિચાર ધારા છે.આ વિચારધારા તાલીબાની છે.

આપણા હિંદુસ્તાનમાં બધા રાજકીય પક્ષો સ્ત્રી સ્વતંત્રતાની વાતો કરે છે.જે દેશમાં સ્ત્રીઓ માટે સમાન લો ના હોય ત્યાં સ્ત્રી સ્વતત્રતાની વાતો કરવી વાહિયાત છે..ચંદ્રમોહન અને ફીઝાની સ્ટોરીમાં બે સ્ત્રીઓની હાલત શું થઇ છે…?શારીરિક,માનસિક,આર્થિક અને કૌટુંબિક રીતે આ બંને સ્ત્રીઓને ઘણું સહન કરવું પડે છે…કારણકે હજું પણ અમુક સમાજોમાં પુરુષોને ચાર શાદી કરવાનો અધિકાર છે…અને સ્ત્રીઓમાં આ બધું સહન કરવાની શકિત ક્યારે આવે છે..?

કારણકે આ સ્ત્રીઓ દીકરી નામની પરિક્ષામાં પાસ થાય છે એટલે આ સમજદારી અને સહનશકિત આવે છે.

દીકરીઓને ઘણી બાબતોમાં સામાજિક અલગતા આપવામાં આવી છે.કદાચ એટલા માટે જ દીકરી માટે,’દીકરી સાપનો ભારો’,’દીકરીનો બાપ જીવતો મુવો’જેવી કહેવતો અસ્તિત્વમાં આવી હશે…?

અમારા જામનગરના જે વિસ્તારમાં હું રહું છું તે વિસ્તારની એક કિલોમિટરની ત્રિજ્યામાં મેડીકલ કોલેજ,આર્યુવેદ યુનિવર્સિટી,મહિલા કોલેજ,સાયન્સ કોલેજ જેવી શિક્ષણસંસ્થાઓ આવેલી છે.દરરોજ સવારે આજુબાજુના ગામડાઓમાંથી દીકરીઓનાં ટૉળેટૉળા ટેમ્પા અને બસોમાંથી ઉતરતા દેખાય છે.આ ગામડાની કાઠિયાવાડી દીકરીઓ જિન્સ અને ટૉપ જેવા આધુનિક પહેરવેશ પહેરે છે.આ જિન્સધારી દીકરીઓ વહેલી સવારે ઉઠીને ઘરકામ,છાણવાસીદુ,દુધ દોહવા જેવા કામો પતાવીને શહેરમાં અભ્યાસ અર્થે આવે છે.

મેં તો અમારા શહેરના આજુબાજુના ઘણા ગામડાઓમાં જિન્સધારી દીકરીઓને ખેતર કે વાડીમાં કામ કરતી જોયેલી છે.

દીકરીને કિંમત એક પિતાને ક્યારે સમજાય છે..?વાનપ્રસ્થ પુરુષો જેઓ વિધુર છે,જેઓની બાયડી માથાભારે હોય,શારીરિક રીતે ઉમરની અસર થયેલી હોય….ત્યારે આવા પિતાઓની પડખે દીકરી ઉભી રહે છે.આવા પુરુષોને ઢળતી ઉમરે માતાની મમતાનો અહેશાસ એક દીકરી થકી થાય છે.

દીકરી જ્યારે રજસ્વલા બને ત્યારથી તેની સાથે દીકરી જેવો નહી પણ એક મિત્ર જેવો વ્યવાહર કરવો જોઇએ..એ દીકરી સાથે સમાજની સારીનરસી બધી બાબતોની ખુલ્લા મને ચર્ચા કરવી જોઇએ.મારા માનવા મુજબ રીવાબક્ષી અને ચંદ્રકાંતબક્ષી જેવા બાપદીકરીના સંબધો હોવ જોઇએ.

એક દીકરીને દીકરાની જેમ ઉછેરો તો….પછી એ દીકરી સવાયો મર્દ બનીને દેખાડશે.

રીવાબક્ષી એના પિતા ચંદ્રકાંત બક્ષી વિશે શું કહે છે એનાં જ શબ્દોમાં – ગોવાની હોટલમાં પહેલીવાર એમની સાથે બિયર પીધો છે..એમની સાથે કોલકાત્તાની રેસમાં પહેલીવાર ગઇ હતી…એટલાન્ટિક સિટીમાં એમની સાથે કેશીનોમાં જુગાર રમી છું..જ્યાં હું જીતતી હતી અને ડૅડી હારતા હતાં..

દીકરીઓએ ધંધો કર્યો હોય તો કદી દેવાળૂ ના ફુંકે..દીકરી ઓફીસમાં સિગારેટ પીતી નથી..દીકરી પાન ખાઇને જ્યાં ત્યા પીચકારી મારીને દિવાલોને બગાડતી નથી..દીકરી ફુલસ્પિડે બાઇક ચલાવીને હાડકા તોડીને નથી આવતી..દીકરી કોઇના દીકરાને ભગાડી જતી નથી.

સૌવથી મહત્વની વાત…વૃધ્ધાશ્રમમાં સૌવથી વધું દીકરાઓના માબાપ જોવા મળે છે..અને આ સત્ય સ્વિકારવું જ પડે તેમ છે..

સેવ ધ ગર્લ ચાઇલ્ડ…દીકરીના ભૃણને બચાવો…

નરેશ કે. ડૉડીયા

Advertisements
Categories: Gujrati Suvichar | Tags: , , | 5 Comments

Post navigation

5 thoughts on “Worlds Daughters Day*

  1. Mahendrabhai

    Really Excellent !!! Very Nice .

  2. “દીકરી ઓફીસમાં સિગારેટ પીતી નથી” એ વાત આજના જમાના માટે ખોટી સાબીત થાય છે.(બધી દીકરીઓ માટે નહી). આજે આધુનિક બનવા માટે દારુ અને સીગારેટ એક જરૂરિયાત છે એવી આજની સ્ત્રીઓ માને છે.

  3. Really aaje hu pn ek dikri howano garv mehsus karu chhu… nd hu pn ehhis k mare pn dikri j hoi

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: