Sahityakar Parichay

ગુજરાતી સાહિત્યકાર,કવિ અને ગઝલકાર પરિચય

પ્રાથમિક પરિચય

અબ્બાસ વાસી
ઉપનામ
મરીઝ
જન્મ
૨૨-૨-૧૯૧૭ – સુરત
અવસાન
૧૯-૧૦-૧૯૮૩ – મુંબઇ
કુટુમ્બ

માતા – ; પિતા – અબ્દુલઅલી
ભાઇ બહેન – ત્રણ ભાઇઓ, સાત બહેનો ; મરીઝ ત્રીજા
પત્ની – ૧૯૪૬- સોનાબહેન
સંતાનો – પુત્ર – મોહસીન, પુત્રી- લૂલૂઆ

અભ્યાસ

ગુજરાતી બે ચોપડી
આપમેળે અંગ્રેજી શીખ્યા
શેકસ્પિયર અને ટોલ્સ્ટોય પણ વાંચેલા

વ્યવસાય

૧૯૩૭ – પુસ્તક વિક્રેતાને ત્યાં સેલ્સમેન
૧૯૪૩ – ૫૨ – માતૃભૂમિ, જન્મભૂમિ, પયગામ, વતન, ઇન્સાફ વિ. દૈનિકોમાં કામ કર્યું
૧૯૫૨ પછી કોઇ વ્યવસાય ન કર્યો

કૃતિઓ

ગઝલો – આગમન, નકશા
વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ )
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોંઘમ ઇશારે ઇશારે ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.
અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.
નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે. તમે આમ અવગણના કરતાં જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે.
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફકત એ શરત છે ગતિમાન રહેવું. નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે, ઉતારે ઉતારે.
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન તો ગયું છે સહારે સહારે. – મરીઝ
જીવન ઝરમર

ગુજરાતના ગાલીબ, ગઝલોના બેતાજ બાદશાહ
અમીન આઝાદ તેમના ઉસ્તાદ
૧૪ વર્ષની ઉમ્મરથી ગઝલ લખવાની શરુઆત
૧૯૩૩ – ૩૪ મુંબઇ ગયા
૧૯૩૬ – આકાશવાણી – મુંબઇ પરથી પહેલા મુશાયરામાં ભાગ લીધો – આસીમ રાંદેરીના દોરવણીથી
૧૬ વર્ષની ઉમ્મરથી દારૂની લતમાં ફસાયા, પાછલા જીવનમાં પાંચ દસ રૂ. માં લખેલી ગઝલો દારૂ પીવા વેચતા, પછી દારૂની અસરને કારણે મુશાયરાઓમાં બરાબર રજૂઆત ન કરી શકતા
ધર્મ-નિરપેક્ષ હોવા છતાં, પૈસા માટે મુસ્લીમ ધર્મગુરુઓ માટે ‘ઇન્સાફ’ દૈનિકમાં સુધારા વિરોધી લેખો લખતા
હરીન્દ્ર દવેએ તેમને પ્રતિષ્ઠા અપાવી.
સન્માન

૧૯૭૧ અને ૧૯૮૧ માં સન્માન સમારંભ – મુંબઇમાં
સાભાર

રઇશ મનીઆરનું પુસ્તક – મરીઝ- અસ્તિત્વ અને વ્યક્તિત્વ
સવિશેષ પરિચય

વાસી અબ્બાસ અબ્દુલઅલી, ઉપનામ:મરીઝ 
(જન્મ: ૨૨-૧-૧૯૧૭, મૃત્યુ: ૧૯-૧૦-૧૯૮૩) ગઝલકાર હતા. તેમનો જન્મ સુરતમાં થયો હતો અને અભ્યાસ બે ધોરણ સુધી હતો. વ્યવસાયે તેઓ પત્રકાર હતા.

એમણે થોડીક નઝમો અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, જેમાંની અનેક બીજાઓને વહેંચેલી-વેચેલી એમ કહેવાય છે. પરિણામે થોડીક જ એમના નામે ગ્રંથસ્થ છે. એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘આગમન’ (૧૯૭૫) અને બીજો ‘નકશા’ (મરણોત્તર, ૧૯૮૪) છે. આ ઉપરાંત અન્ય સાથે એમની રચનાઓ ‘દિશા’ (૧૯૮૦)માં સંપાદિત થયેલી છે.

આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.

સોજન્ય : વિકિપીડિયા

parichaymariz

 

Categories: Sahityakar Parichay | Tags: , , , , , , , | Leave a comment

ગુજરાતી સાહિત્યકાર,કવિ અને ગઝલકાર પરિચય

zaverchandmeghani

જન્મ તારીખ : 28 ઓગસ્ટ 1896

જન્મ સ્થળ : ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)

અવસાન : 9 માર્ચ 1947

માતા :ધોળીમા

પિતા :કાળીદાસ

ભાઇ :લાલચંદ, પ્રભાશંકર

લગ્ન :1) દમયન્તી – 1922 2) ચિત્રાદેવી – 1934

બાળકો :પુત્રી – ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્ર–મહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક

અભ્યાસ :મેટ્રિક –1912 ; બી.એ.- 1917 –શામળદાસ કોલેજ, ભાવનગર

વ્યવસાય :1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર

; 1922- ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં;

1936-45 ફુલછાબમાં તંત્રી.

જીવન ઝરમર :1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ

‘સિંધુડો’ માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્ય ગાયું; સાબરમતી જેલમાં

‘કોઇનો લાડકવાયો’ કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને

‘છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન;

1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં;

1946- ગુજરાતી સાહિત્ય પરિષદના

સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ.

રચનાઓ કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ – 7;

નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ–13;લોકસાહિત્ય – વિવેચન/ સંશોધન – 9;

સાહિત્ય વિવેચન – 3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ – ૬
મુખ્ય રચનાઓ :તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર;

યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ;

સોરઠી સંતવાણી- લોકગીતો

સન્માન :1929 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક;

1946 – મહીડા પારિતોષિક,1931 રાષ્ટ્રીય શાયર ની પદવી. 

સાભાર : ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય

Categories: Sahityakar Parichay | 4 Comments

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: