માં નો કોઈ દિવસ ના હોય દિવસો બધા માં ના જ હોય.એક ખુબ જ નાની વાત મારા મમ્મી ની શેર કરવા માંગીશ.જયારે અમે નાના હતા અને બીમાર પડતા તાવ આવતો તો ડોક્ટર પાસે જવા પહેલા મમ્મી નજર ઉતારતી પછી મંદિર લઇ જતી અને ત્યાર બાદ મસ્જિદ પણ લઈને જતી એની સેવા માં દરેક ભગવાન હાજર રહેતા એને ક્યારેક પણ ધર્મ ની કે બીજી કોઈ બાઉન્ડરી નડી નથી મારા ભાઈ ને પાંચ વર્ષ નો થયો ત્યાં સુધી તાજીયા માં ફકીર બનાવ્યો હતો આજે જયારે લોકો ને ધર્મ ના નામે લડતા જોઉં ત્યારે સાચે ખુબ જ દુઃખ થાય કે કાશ બધા પાસે આ “માં” જેવી આંખો અને સોચ હોય તો કોઈ દિવસ ધર્મ ના નામે કોઈ લડાઈ જ ના થાય.લવ યુ મોમ હજીય તારી કમી કોઈ ના પુરી કરી શકે.મિસ યુ મોમ.
Gujrati Suvichar
HAPPY mother’s Day !
Advertisements
વિશ્વ પુસ્તક દિવસ !
photo edit by hina kulal
photo from Pintrest